Womens Day 2023 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International Women's Day)નુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે ? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી. પછી તો દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ.
આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાનગી રજુ કરવામાં આવે છેતેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલુ મહિલાઓનો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો. ઉલ્લેખનીય છે કે પુરજોશમાં દુનિયાભરમાં આ વાતને લઈને વિચાર વિમર્શ થાય છે કે મહિલાઓ પડદા પાછલ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યઘારામાં લાવવામાં આવે. ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તિકરણની દુનિયાભરમાં યોજનાઓ બને છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અસર પણ જોવા મળી રહી છે. જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ 10-20 કે પચાસ વર્ષ પહેલા નહોતુ. મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે. જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવવા લાગ્યુ છે