4 March 2020

 ધોરણ:-10 અને 12 તમામ પરીક્ષાર્થીઓ માટે
 Best of luck  for Exam.

 

બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા 

આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. 

માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ

બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :

૧. તમારો વિશ્વાસ દ્રઢ  રાખો 
૨. પરીક્ષાની હોલ ટિકિટ  સાથે રાખો.
૩. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.
૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.
૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
૬. હોલ ટિકિટ ની  ઝેરોઝ કઢાવી રાખો.
૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.
૮. exam પેડ સાથે રાખો.
૯.કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને  જુના સાધનો તકલીફ કરશે.

૧૦. OMR શીટ ભરવામાં ઉતાવળ કરશો નહિ.

૧૧. Superviser સાહેબ તમને OMR  શીટ      ભરવામાં  મદદ કરશે. 

૧૨. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા  સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.

૧૩. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે શ્રી ગણેશ લખવું વગેરે.
૧૪. સ્પ્રે કે અત્તર ન લગાવવું.
૧૫. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.
૧૬. કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાલા હોય તો સારું.
૧૭. પાર્ટ A અને પાર્ટ B માં બધા પ્રશ્નો લખવા. પ્રશ્નો છોડવા નહિ.
૧૮. OMR શીટ ભરતી વખતે ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.
૧૯. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ  ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
૨૦. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ. 
૨૧. યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
૨૨. યાદ રાખો.... ઈશ્વર, હમેશા તમારી પડખે છે
 

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra