4 September 2019


શિક્ષક દિવસ  /હેપી ટીચર્સ ડે વિશેષ માહિતી -5 મી સપ્ટેમ્બર :-2019


     શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.

   એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.
 

     ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.
     

વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા હ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.

 ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જીવનચરિત્ર  

       તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

   રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

       કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.
     

     જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.       

     ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

   ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

    તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
  

    ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. 

     ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચારો જાણો



-  શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોજને બળજબરીપૂર્વક ઠૂંસીને ભરે. પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીને આવનારા પડકારો માટે તૈયાર કરે

- પુસ્તક એ સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલનુ નિર્માણ કરી શકીએ છીએ.- પુસ્તક વાંચવાથી આપણને એકાંતમાં વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે.

-  દુનિયાના બધા સંગઠન બિનપ્રભાવી થઈ જશે  જ્યા સુધી આ સત્ય સૌને પ્રેરિત નહી કરે કે જ્ઞાન અજ્ઞાનથી શક્તિશાળી  હોય છે

- શિક્ષણનુ પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવો જોઈએ. જે ઐતિહસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપદાઓ વિરુદ્ધ લડી શકે.

- જ્ઞાન આપણને શક્તિ આપે છે અને પ્રેમ આપણને પરિપૂર્ણતા આપે છે- કોઈપણ આઝાદી ત્યા સુધી સાચી નથી હોતી, જ્યા સુધી તેને વિચારની આઝાદી પ્રાપ્ત ન થાય. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનીતિક સિદ્ધાંતને સત્યની શોધમાં અવરોધ ન આપવો જોઈએ.

- શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદ્દપયોગ કરી શકાય છે.  તેથી વિશ્વને એક જ સંસ્થા માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ.

- જો આપણે દુનિયાના ઈતિહાસને જોઈશુ તો સભ્યતાનુ નિર્માણ એ મહાન ઋષિયો અને વૈજ્ઞાનિકોના હાથે થયુ છે, જે પોતે વિચાર કરવાનુ સામર્થ્ય રાખે ચ હે.  જે દેશ અને કાળની ઊંડાઈઓમાં પ્રવેશ કરે છે.  તેમના રહસ્યોની શોધ કરે છે અને આ રીતે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વિશ્વ શ્રેય કે લોક

-કલ્યાણ માટે કરે છે.- ભગવાનની પૂજા નથી થતી પણ એ લોકોની પૂજા થાય છે જે તેમના નામ પર બોલવાનો દાવો કરે છે.

"શિક્ષક દિવસ "નિબંધ જોવો


    શિક્ષક દિવસ  5 સેપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો સમ્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો હોય છે.
   

   અમારા જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે અમે ઘણી મદદ કરે છે. જેમ કે અમારા જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને અમારા જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા અમારા નિષ્ઠાવાન શિક્ષક માટે અમારી પણ કેટલીક જવાબદારીઓ બને છે. અમે બધાને એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં અમારા શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે. તેનો આભાર અને ધન્યવાદ આપવું જોઈએ. તેને ધન્યવાદ આપવા અને તેમની સાથે સમય પસર કરવાનો એક મહાન અવસર છે. 

    શિક્ષક દિવસ .5 સેપ્ટેમ્બરના રોજ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.
    

    તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

     શિક્ષક દિવસના દિવસે શાળાઓમાં ઘણી જગ્યા બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોને માનમાં જુદા- જુદા કાર્યક્રમ યોજાય છે. શિક્ષક એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું,  વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
    

એક માણસના જીવનમાં સૌથી વધાર્વે મહત્વ શિક્ષકનો હોય છે કારણકે એ જ તેમના વિદ્યાર્થીના જ્ઞાનનો એક માત્ર સહાયક સામગ્રી હોય છે.





Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra