15 September 2019

પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ? જાણો 

13 સપ્ટેમ્બર 2019થી પિતૃપક્ષનો આરંભ, જાણો તિથિ અને શ્રાદ્ધનું મૂહૂર્ત


  •      પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?
  •      પૂર્વજોને પ્રસન્ન કરીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ તક

ભાદરવી પૂનમ સાથે જ શુક્રવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે.

ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં શાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે.  વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવો આપણે અહીં કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તે બાબત વિગતે જોઇએ. હા એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના 12-૦૦થી 1.15 વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.






જાણો, કયા દિવસે કયું શ્રાદ્ધ કરવું-

પિતૃપક્ષથી એક દિવસ પહેલાં પૂનમ તિથિએ અગસ્ત મુનિ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે, આ દિવસે તેમના નામથી તર્પણ કરવામાં આવે છે. આ તિથિ આ વર્ષે 13 સપ્ટેમ્બર છે. 13 તારીખથી પિતૃઓનું શ્રાદ્ધ શાસ્ત્રો પ્રમાણે ઉચિત રહેશે.જુઓ 2019માં શ્રાદ્ધ તિથિઓ-

પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું?
શ્રાદ્ધ પક્ષ 2019ની તારીખો:                                   
શ્રાદ્ધ પૂર્ણિમા                       શુક્રવાર  13 સપ્ટેમ્બર             પૂર્ણિમાનો શ્રાદ્ધ 
ભાદરવા વદ એકમ               શનિવાર 14 સપ્ટેમ્બર              એકમનું શ્રાદ્ધ
ભાદરવા વદ બીજ                રવિવાર 15 સપ્ટેમ્બર              બીજનું શ્રાદ્ધ
ખાલી દિવસ                      સોમવાર 16 સપ્ટેમ્બર                ખાલી દિવસ
ભાદરવા વદ ત્રીજ                મંગળવાર 17 સપ્ટેમ્બર            ત્રીજનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચોથ                બુધવાર 18 સપ્ટેમ્બર                ચોથનું શ્રાદ્ધ
ભાદરવા વદ પંચમી             ગુરૂવાર 19 સપ્ટેમ્બર                પાંચમનું શ્રાદ્ધ
ભાદરવા વદ છઠ્ઠ                 શુક્રવાર 20 સપ્ટેમ્બર                  છઠ્ઠનું શ્રાદ્ધ
ભાદરવા વદ સાતમ              શનિવાર 21 સપ્ટેમ્બર              સાતમનું શ્રાદ્ધ
ભાદરવા વદ આઠમ              રવિવાર 22 સપ્ટેમ્બર               આઠમનું શ્રાદ્ધ
ભાદરવા વદ નોમ                સોમવાર 23 સપ્ટેમ્બર                નોમનું શ્રાદ્ધ
ભાદરવા વદ દશમ                મંગળવાર 24 સપ્ટેમ્બર            દશમનું શ્રાદ્ધ
ભાદરવા વદ અગિયારસ-બારસ   બુધવાર 25 સપ્ટેમ્બર         અગિયારસ-બારસનું શ્રાદ્ધ
ભાદરવા વદ તેરસ                ગુરૂવાર 26 સપ્ટેમ્બર               તેરસનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચૌદશ               શુક્રવાર 27 સપ્ટેમ્બર               ચૌદશનું શ્રાદ્ધ

ભાદરવા વદ અમાસ               શનીવાર 28 સપ્ટેમ્બર             સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ


એક વર્ષમાં આટલા અવસરોએ કરી શકો છો શ્રાદ્ધશાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણોનું શ્રાદ્ધ કર્મ કરવા માટે એક વર્ષમાં 96 તકો મળે છે. જેમાં વર્ષમાં 12 મહિનાની અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. વર્ષની 14 મન્વાદિ તિથિઓ, 12 વ્યુતિપાત યોગ, 12 સંક્રાંતિ, 13 વૈધૃતિ યોગ અને 15 મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષનું શ્રાદ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.


પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ !


શ્રાદ્ધ કહીએ એટલે ઘણાં લોકોના મનમાં 'અશાસ્ત્રીય કર્મકાંડ' એવી તે સંદર્ભમાં ભૂલભરેલી છાપ ઉમટે છે. કેટલાક જણ ' શ્રાદ્ધ કરવા કરતાં ગોરગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો', એમ સૂઝાડે છે ! એવું કરવું એટલે, 'એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું, શાળાને દાન આપીશું', એવું કહેવા બરાબર છે. શ્રાદ્ધ કરવું, એટલે ધર્મપાલન કરવાનો જ એક ભાગ છે. શ્રાદ્ધ વિશે હિંદુમાં રહેલી ગેરસમજ દૂર કરીને તેમને શ્રાદ્ધ વિશે અધ્યાત્મશાસ્ત્રીય માહિતી મળે, તે માટે આ લેખ....


શ્રાદ્ધનું મહત્ત્વ


કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યકિતઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મૃત્યુલોકમાં અટવાય છે. મૃત્યુ લોક એ ભૂલોક અને ભુવલોકની વચ્ચે છે. અતૃપ્ત પૂર્વજોની ઇચ્છા- આકાંક્ષા શ્રાદ્ધવિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવી આપવી, એ શ્રાદ્ધ કરવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે.


શ્રાદ્ધ કોણે કરવું ?


છોકરો (જનોઈ ન લીધી હોય તો પણ), છોકરી, પૌત્ર, પ્રપૌત્ર, પત્ની, સંપત્તિમાં ભાગીદાર રહેલી છોકરીનો છોકરો, સગો ભાઈ, ભાઈનો છોકરો, કાકાના છોકરાનો છોકરો, પિત્તા , માતા, વહુ, મોટી અને નાની બહેનના છોકરા, મામા, સપિંડ (સાત પેઢી સુધીના કુળના કોઈ પણ), સમાનોદક( સાત પેઢી પછીનાં ગોત્રનાં કોઈ પણ), શિષ્ય, ઉપાધ્યાય, મિત્ર, જમાઈ ક્રમથી પહેલાં નહીં હોય, તો બીજાએ શ્રાદ્ધ કરવું. એકત્ર કુટુંબમાં કર્તા વડીલપુરૃષે (કુટુંબમાં ઉંમરમાં મોટા અથવા બધાના ભરણપોષણની જવાબદારી રહેલી વ્યકિત) શ્રાદ્ધ કરવા. છૂટા થયા પછી દરેકે સ્વતંત્ર શ્રાદ્ધ કરવું. પ્રત્યેક મૃત વ્યકિત માટે શ્રાદ્ધ કરાય અને તેને સદ્દગતિ મળે, એવી પદ્ધતિ હિંદુ ધર્મએ તૈયાર કરી છે.


શ્રાદ્ધ ક્યારે કરવું ?


૧. ' સામાન્ય પણ દર વર્ષે મનુષ્યનાં મરવાની તિથીને દિવસે (અંગ્રેજી તારીખ અનુસાર નહીં, તો હિંદુ પંચાંગ પ્રમાણેની તિથિએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુતિથી ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય, એવે સમયે તે મહિનાનાં અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.'
૨. મૃત્યુતિથી અને મહિનો બંને ખબર ન હોય, તો મહા અથવા માગશર અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.
૩. નિશ્ચિત મૃત્યુતિથી ખબર ન હોય, મૃત્યુની બાતમી મળેલાં દિવસે શ્રાદ્ધ કરવું.
૪. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું જોઈએ. તે ઉદકથી, એટલે પિતરોને તર્પણ કરીને પણ કરી શકાય છે.
૫. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું અશક્ય હોય, તો દર્શશ્રાદ્ધ કરવું. એનાથી નિત્ય શ્રાદ્ધની સિદ્ધિ થાય છે. દર્શ એટલે અમાસ. દર્શશ્રાદ્ધ એટલે દર મહિનાનાં અમાસનાં દિવસે કરવાંનું શ્રાદ્ધ.
૬. દર મહિને દર્શશ્રાદ્ધ કરવું અશક્ય હોય, ચૈત્ર ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે તો કરવી જ.
૭. દર્શશ્રાદ્ધ ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે કરવું શક્ય ન હોય તો ભાદરવા મહિનાનાં પિતૃપક્ષમાં મહાલય શ્રાદ્ધ તો અવશ્ય કરવું. તે પણ અશક્ય હોય તો, ભાદરવો મહિનાનાં અમાસના દિવસે (સર્વે પિતૃ અમાસને દિવસે) તો શ્રાદ્ધ કરવું જ.


શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન કયું છે ?


વનમાં, પુણ્યસ્થાન પર અથવા બને તો પોતાના ઘરમાં ભોંયતળિયે શ્રાદ્ધ કરવું. આપણા ઘરમાં જો શ્રાદ્ધ કરીએ તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. લગભગ ૫૦ ટકા પિત્તર સાધનાના અભાવથી અને વાસનાઓનું પ્રમાણ અધિક હોવાને કારણે પોતાની પારંપારિક વાસ્તુમાં જ વસવાટ કરતા હોય છે.તેથી એ જ વાસ્તુમાં શ્રાદ્ધ ઇત્યાદિ વિધિ કરવાથી તેમને તેમનો હવિર્ભાગ ગ્રહણ કરવો સહજ શક્ય થાય છે. તેથી પિતર સંતોષ પામવાનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્રસંગે અન્યના ઘરમાં તેમની અનુમતિ લઈને શ્રાદ્ધ કરીએ તો પણ ચાલે.


શ્રાદ્ધ માટેની યોગ્ય જગા કઈ ?


૧. દક્ષિણ બાજુએ ઉતરતી એવી જગા શ્રાદ્ધ માટે સારી હોય છે.
૨. ગાયનાં છાણથી લીંપેલી, તેમ જ કીડા વગેરે પ્રાણી અને અપવિત્ર વસ્તુઓ વિનાની ભૂમિ શ્રાદ્ધ માટે સારી હોય છે.
૩. જે જગ્યા કોઈ પણ વ્યકિતની માલિકીની ન હોય એવાં ઠેકાણા, એટલે વનો, પર્વત, નદીઓ, તીર્થો, મોટાં સરોવરો, દેવાલયો એ ઠેકાણે શ્રાદ્ધ કરવામાં વાંધો નથી.


શ્રાદ્ધ માટે લાગનારાં ઉપકરણો



સર્વસાધરણ ઉપકરણો( શ્રાદ્ધદ્રવ્યો) આસન, ત્રણ થાળીઓ, લોટો, આચમની- પંચપાત્ર, દર્ભ, સફેદ ઉન, વસ્ત્ર, ધોતર, જનોઈની જોડી, પંચો, શાલ, ચાદર, સફેદ ગંધ, ઘસેલું ગોપીચંદન, કાજળ અથવાં સુરમા, કપુર, ધૂપ, દીપ, સુવાસિક સફેદ ફુલો, માકા, તુલસી, સોપારી, અગસ્તીનાં પાન, નાગરવેલની ડીંટા સાથેની પાનો સાતુ, વ્રીહી (ન સડેલાં ચોખા), યવ( જવ), ઉડદ, ઘઉં, સાવ, મગ અને રાઈ, મઘ, છૂટાં પૈસા, ભસ્મ, કેળાંનાં પાન અથવા મોહાની પત્રાવળી, કેળાંના દડિયા, તૈયાર થયેલી રસોઈ, ઘી અને સમય અનુસાર દક્ષિણા.


પિંડ કેવી રીતે બનાવવા ?



ભાતમાં તલનું પાણી, વડા અને ખીર નાખીને, ભાત ભૂંસીને સાધારણપણે લિંબુ જેટલાં ગોળ, ફૂટી ન જાય એવાં, સરસ ઘટ્ટ પિંડ બનાવવાં. પિતૃત્રયી માટે થોડાં મોટા પિંડ કરવાંની પદ્ધત છે, તે કૃતજ્ઞાતામૂલક છે. પિંડ માટે શ્રાદ્ધને માટે બનાવેલાં બધાં અન્નમાંથી થોડો થોડો ભાગ લેવો, એવું શાસ્ત્ર છે. શ્રાદ્ધમાં મુખ્ય પિંડ પહેલાની ત્રણ પેઢીઓ માટે જ હોય છે, તો પણ તેની આગળની પેઢીઓમાંથી કોઈને ગતિ મળી ન હોય તેને માટે શ્રાદ્ધમાં ધર્મપિંડ અપાય છે. આવી રીતે શ્રાદ્ધ એ હિંદુ ધર્મમાં કહેલી એક પરિપૂર્ણ વિધિ છે.શ્રાદ્ધની વિધિ અને ભોજન માટે વાપરવાનાં વાસણો યોગ્ય વાસણો : સ્વચ્છ ધોયેલાં, તેમ જ સોના, રૃપા, કાંસાનાં અને માટીનાં નવાં વાસણો. પ્રસંગે અન્ન મૂકવાં અને પીરસવાં લાકડાંનાં વાસણો ઉત્તમ છે.અયોગ્ય વાસણો : શ્રાદ્ધને સમયે લોખંડનાં, સ્ટીલનાં અથવા કોઈપણ તૂટેલાં વાસણો અને શસ્ત્રો પિતરોની નજરે પડે નહીં. એનું ધ્યાન રાખવું. લોખંડનાં દર્શનથી પિતર પાછા ફરી જાય છે.પિતૃપક્ષમાં દત્તભગવાનનો નામજપ વધારેમાં વધારે કરો !અતૃપ્ત પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ થવા માટે આખું વર્ષ પ્રતિદિન ' શ્રી ગુરુદેવ દત્ત !' આ નામજપ નીચે જણાવ્યા પ્રમાણે કરવો.૧. હમણાં જો ત્રાસ ન હોય, તો આગળ જતાં થાય નહીં તે માટે  અથવા થોડોક ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૧ થી ૨ કલાક સુધી કરવો.૨. જો મધ્યમ સ્વરૃપનો ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૨ થી ૪ કલાક કરવો.૩.જો તીવ્ર સ્વરૃપનો ત્રાસ હોય, તો નામજપ ઓછામાં ઓછો ૪ થી ૬ કલાક કરવો.શ્રાદ્ધવિધિ કરવાથી પૂર્વજોને ગતિ મળે છે. તેમના દ્વારા આપણે ત્રાસ થવાની શક્યતા ઘટી જાય છે. તેથી અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ અને વાયુમંડળમાં વિદ્યમાન રજ- તમ વધી જવાથી પોતાની ફરતે હંમેશાં સુરક્ષા- કવચ બની રહે તે માટે નિત્ય સાધના કરતા રહેવું, એ જ સર્વોત્તમ ઉપાય છે.સાધના એટલે ઇશ્વરપ્રાપ્તિ માટે પ્રતિદિન કરવામાં આવતાં પ્રયત્નો. માનવીનો જન્મ જ મૂળમાં ઇશ્વરપ્રાપ્તિ કરવા માટે એટલે જ કે સાધના કરવા માટે થયો છે. તે માટે આજે જ નહીં પણ હમણાથી જ સાધનાનો આરંભ કરવો. આ વર્ષે પિતૃપક્ષ ૨૮ સપ્ટેંબરથી ૧૨ ઓક્ટોબર સુધી છે.


Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra