🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી..........
તાલુકા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ
તાલુકા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાથમિક શાળા વઢવાણિયા, તાલુકો બારડોલી, જિલ્લો સુરત ખાતે તારીખ ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી કલ્પનાબેન આર. પટેલ મેડમની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ બી. પરમાર સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જમનાબેન મનહરભાઈ રાઠોડ મેડમ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભાવેશભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયત સભ્યશ્રી કિરણભાઈ પટેલ, સરપંચશ્રી અમીનાબેન ચૌધરી, ઉપસરપંચશ્રી જીગ્નેશભાઈ ગામીત સાહેબ, ગામના અન્ય ગણમાન્ય મહાનુભાવો તેમજ તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મામલતદાર શ્રી દ્વારા ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજ રક્ષક નુ કાર્ય પી.આઈ. સાહેબ, શ્રી બારડોલી તથા પી.એસ.આઈ.મેડમશ્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર સાહેબ શ્રી કલ્પનાબેન આર. પટેલ મેડમ દ્વારા પ્રજાસત્તાક દિનના મહત્ત્વ વિષે પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું, જેમાં તેમણે ભારતના સંવિધાન, લોકશાહી મૂલ્યો, નાગરિક ફરજો તથા રાષ્ટ્રીય એકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, દેશભક્તિ ગીતો, રાસ તથા પિરામિડ ડાન્સ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ હર્ષભેર વધાવી લીધી. વિદ્યાર્થીઓની પ્રતિભા અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિમય વાતાવરણમાં પરિપૂર્ણ થયો.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા પરિવાર, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને ઉત્તમ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો......
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય હિંદ......
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારત માતાકી જય......
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
સૌને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભકામનાઓ......
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

