20 March 2020

વિશ્વ કવિતા દિવસ/world poetry day/૨૧ મી માર્ચ.




આજે છે વિશ્વ કવિતા દિવસ યૂનેસ્કોએ કવિઓ અને કવિતાના સર્જનાત્મક મહિમાને સમ્માન આપવા માટે દર વર્ષે 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે મનાવવાની જાહેરાત 1999માં કરી હતી . વિશ્વ કવિતા દિવસ નિમિત્તે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય એકેડેમી દ્વારા સબદ - વિશ્વ કવિતા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે . વિશ્વ કવિતા દિવસની ઉજવણીનો હેતુ નવા લેખકોને વિશ્વમાં કવિતાઓ લખવા , વાંચવા , પ્રકાશિત કરવા અને શીખવવા પ્રોત્સાહિત કરવાનો છે .સંયુક્ત રાષ્ટ્ર સંઘે ..૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિયને જૂનો પ્રકાર પણ આજ.કવિતા સંગીતે મઢાય ને મધુરા સ્વરે ટહુકે ..પછીતો હૈયે એવી જડાય કે યુગવર્તી બની જાય. આપણું પ્રાચીન સાહિત્ય ઋષીમુનિઓએ કવિતા રૂપે જ ભેટ ધર્યું છે..વેદ, મહાભારત, રામાયણ, કે કવિ કાલિદાસ વગેરેની અમર રચનાઓ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. આપણા વેદવ્યાસજીએતો એક લાખ શ્લોકો થકી મહાભારતનું મહાકાવ્ય લખ્યું હતું…બોલાય જાયને અધધ.


1.કવિતા એટલે કે poetr…એ ગ્રીક ભાષાના શબ્દ..poieo જેનો અર્થ છે..હું સર્જન કરું છું

પરથી ઉતરી આવ્યો છે.આપણી અતિ પ્રાચીન સભ્યતાઓ જે વિકસી હતી..ગ્રીક અને સુમેરિકન..તે લોકો પણ કવિતા કરતા હતા. ગ્રીક મહાકાવ્યો..ઈલિડય અને ઓડિસીની..પણ જગતની યાદગાર કવિતાઓમાં ગણના થાય છે.
કવિતા પ્રેમીઓને જાણતાં જ ખુશી થાય એવા સમાચાર એ છે કે..આજથી ૪ હજાર પૂર્વે..સુમેરિકન કાળમાં..મોસેપોટેમિયા એટલે કે આજના ઈરાનમાં ,એક રાજાની પ્રસંશા સાથે તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા શીલા લેખમાં , વિશ્વની જૂનામાં જૂની કવિતા પ્રાપ્ત થઈ છે…’Epic of Gilgamesh’ અને તેની થોડી પંક્તિઓ સચવાયેલી અનામત છે. જે ૧૮૮૦ના દસકાઓમાં ઐતિહાસિક ખોદકામ કરતાં મળેલ. આ કવિતા પણ વિવિધ પથ્થરો પર ક્રમશઃ લખાઈ છે.

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra