4 August 2019

શ્રાવણના સોમવારની વિશેષ માહિતી 

હર હર મહાદેવ 

શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારનુ વ્રત ત્રણ પ્રકારનુ હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. સોમવારના વ્રતની વિધિ બધા વ્રતોમાં સમાન હોય છે. આ વ્રતને શ્રાવણ મહિનામાં શરૂ કરવુ શુભ માનવામાં આવે છે. શ્રાવણ સોમવારનુ વ્રત સૂર્યોદયથી પ્રારંભ કરીને ત્રીજા પ્રહર સુધી કરવામાં આવે છે. શિવ પૂજા પછી સોમવાર વ્રતની કથા સાંભળવી જરૂરી છે. વ્રત કરનારાઓએ દિવસમાં એકવાર ભોજન કરવુ જોઈએ.- શ્રાવણ સોમવારે બ્રહ્મ મૂર્હતમા સૂઈને ઉઠો.- આખા ઘરની સફાઈ કરી સ્નાનાઆદિથી નિવૃત થઈ જાવ- ગંગા જળ કે પવિત્ર જળ આખા ઘરમાં છાંટો- ઘરમાં જ કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન શિવની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.


સમગ્ર પૂજન તૈયારી પછી નિમ્બ મંત્રથી સંકલ્પ લો. 



" શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારના વ્રત ત્રણ પ્રકારના હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. આ વ્રતની શ્રાવણ મહિનામાં શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે." ' मम क्षेमस्थैर्यविजयारोग्यैश्वर्याभिवृद्धयर्थं सोमव्रतं करिष्ये'આના પરિઘાન નિમ્ન મંત્રથી ધ્યાન કરો 
' ध्यायेन्नित्यंमहेशं रजतगिरिनिभं चारुचंद्रावतंसं रत्नाकल्पोज्ज्वलांग परशुमृगवराभीतिहस्तं प्रसन्नम्‌।पद्मासीनं समंतात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिं वसानं विश्वाद्यं विश्ववंद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रम्‌॥ધ્યાન પછી 'ૐ નમ: શિવાય' થી શિવજીનુ અને 'ૐ નમ: શિવાય'થી પાર્વતીજીનુ ષોડશોપચાર પૂજન કરો.- પૂજન પછી વ્રત કથા સાંભળો- ત્યારબાદ આરતી કરી પ્રસાદ વિતરણ કરો- ત્યારબાદ ભોજન કે ફળાહાર ગ્રહણ કરો.

શ્રાવણ સોમવાર વ્રતનુ ફળ 



- સોમવારનુ વત નિયમિત રૂપે કરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની કૃપાદ્રષ્ટિ બની રહે છે. - જીવન ઘન-ઘાન્યથી ભરાય જાય છે. - બધા અનિષ્ટોનો ભગવાન શિવ હરણ કરી ભક્તોના કષ્ટોને દૂર કરે છે.
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. 
પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. 
શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું. 
ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે. જે આ પ્રકારે છે- 


પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી. 




મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે. 


શિવની પૂજામાં બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યાં છે.શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.



Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra