11 August 2020

જન્માષ્ટમી વિશેષ માહિતી:



      જ્યારે જ્યારે અસુરના અત્યાચાર વધ્યા છે અને ધર્મનો પતન થયું છે. ત્યારે ત્યારે ભગવાન એ પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. તે કડીમાં ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમીને મધ્યરાત્રિને અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરમાં કૃષ્ણએ અવતાર લીધું. કારણ કે ભગવાન પોતે આ દિવસે પૃથ્વી પર અવતરિત થયા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમી કે જન્માષ્ટમીના રૂપમાં ઉજવે છે. આ દિવસે સ્ત્રી પુરૂષ રાત્રે 12 વાગ્યે સુધી વ્રત રાખે છે. મંદિરમાં ખાસ કરીને ઝાંકિઓ સજાવાય છે. અને ભગવાન કૃષ્ણને હિંડોળામાં ઝૂલાય છે.જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરાય છે.


તમે પણ જાણો વ્રત અને પૂજન વિધિ:-

  • - ઉપવાસના પૂર્વ રાત્રિ હળવું ભોજન કરવું અને બ્રહ્મચર્યનો પાલન કરવું.
  • - ઉપવાસના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ થઈ પછી સૂર્ય, યમ, કાળ, સંધિ, ભૂત, પવન, દિકપતિ, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદિને નમસ્કાર કરી પૂર્વ કે ઉત્તર મુખ બેસો.
  • - ત્યારબાદ જળ, ફળ, કુશ અને ગંધ લઈને સંકલ્પ કરવું.
" ममखिलपापप्रशमनपूर्वक सर्वाभीष्ट सिद्धयेश्रीकृष्ण जन्माष्टमी व्रतमहं करिष्ये ॥ "
  • - મધ્યાહનના સમયે કાળા તલથી જળ સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નક્કી કરવું.
  • - પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટા સ્થાપિત કરવું.
  • - મૂર્તિમાં બાળક શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતી દેવકી હોય અને લક્ષ્મીજી તેમના ચરન સ્પર્શ કરી હોય એવું ભાવ હોવું.
  • - ત્યારબાદ વિધિથી પૂજન કરવું. પૂજનમાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ બધાના નામ ક્રમશ લેવું જોઈએ.
  • - પછી નિમ્ન મંત્રથી પુષ્પાંજનિ અર્પણ કરવી.
' प्रणमे देव जननी त्वया जातस्तु वामनः।वसुदेवात तथा कृष्णो नमस्तुभ्यं नमो नमः।सुपुत्रार्घ्यं प्रदत्तं में गृहाणेमं नमोऽस्तु ते।'
  • -અંતમાં પ્રસાદ વિતરણ કરી ભજન કીર્તન કરતા રાત્રિ જાગરણ કરવું.

     શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
   જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવણી હોય છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી હોય છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી-જુદી વાનગીઓ નો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી હોય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.        
જન્માષ્ટ્મીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયું હતું તેથી રાત્રે 12 વાગ્યે મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે.



       આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખીએ છે. તેનો એક ખૂબ સરસ દ્ર્શ્ય મુંબઈમાં જોવા મળે છે. આખો દિવસ


"ગોવિંદા આલા રે આલા
જરા મટકી સંભાળ બ્રિજબાળા"

   ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયું હતું. કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને કૃષ્ણને બાબા નંદરાય અને યશોદા પાસે મૂકી આવ્યા હતા. જે કથા પ્રચલિત છે.













Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra