3 August 2025

ફ્રેન્ડશીપ ડે વિશેષ માહિતી /03 ઓગસ્ટ :2025

Happy Friendship Day To All My Dear Friends


દુનિયાની સૌથી મોટી ભેટ એટલે એક સારો મિત્ર જે કિંમતથી નહીં કિસ્મત થી મળે છે હેપ્પી ફ્રેન્ડશીપ ડે

આ રવિવારે ઉજવશે દોસ્તીનો સૌથી મોટું સેલિબ્રેશન, 90 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

Happy Friendship Day 

દોસ્તીનો સબંધ એવો હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવો સબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ અઠવાડિયે રવિવારે ફ્રેન્ડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારે ફ્રેન્ડશિપ ડેની શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેન્ડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈન્જોય કરી શકે છે. 
ઘણા દેશોમાં જુદો રિવાજ :- 
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
શું કરીએ છે આ દિવસે:- 
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો એક બીજાને આ દિવસ પર બધાઈ આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ 
કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ સંબંધોને જીવનમાં ક્યા સુધી આગળ લઈ જવા એ આપણે જ નક્કી કરીએ છીએ. મિત્રતા એવી હોવી જોઈએ જેમા એકબીજાનો અહમ, પૈસા કે કોઈ ઈર્ષા વચ્ચે ન આવી જોઈએ. ઘણીવાર નાની-નાની ગેરસમજ લાંબા સમયની મૈત્રીમાં કડવાશ લાવી દે છે અથવા તો એ મૈત્રી જ તૂટી જાય છે.
  1. રીના અને વીણાની બાળપણથી જ મૈત્રી હતી. બંને કાયમ સાથે રહેતી, સાથે ભણતી, સાથે ફરવા જતી, સાથે શોપિંગ કરતી. પોતાના મનની વાત બંને એકબીજા સાથે શેર કરતી. એવો કોઈ દિવસ નહોતો કે બંને એકબીજાને ન મળ્યા હોય, વાત ન કરી હોય. બંને એક જ કોલેજમાં ભણ્યા, બંન્નેની મિત્રતા પણ એટલે પ્રખ્યાત થઈ ગઈ કે લોકો કહેવા લાગ્યા કે મૈત્રી હોય તો રીના અને વીણા જેવી. એક દિવસ અચાનક તેમની વર્ષોની મૈત્રીમાં ફૂટ પડી, એ પણ માત્ર એક નાનકડી વાત પર. થયુ એમ કે વીણાની ઘરે કોઈ કાર્યક્રમ હોવાથી એ વ્યસ્ત એટલી હતી કે તેને યાદ જ ન રહ્યુ કે આજે રીનાનો જન્મદિવસ છે અને બંન્નેનો બહાર જઈને જન્મદિવસ ઉજવવાનો પ્લાન હતો. જન્મદિવસ સેલીબ્રેટ કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ વીણાએ રીનાને વિશ કરવાનુ પણ યાદ ન રહ્યુ. બીજી બાજુ રીના આખો દિવસ વીણાના ફોનની રાહ જોતી રહી અને ગુસ્સામાં તેણે નિર્ણય કરી લીધો કે હવે એ આજ પછી ક્યારેય વીણા જોડે વાત નહી કરે. પાછળથી વીણાએ તેને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રીના ન માની અને એક દિવસમાં જ વર્ષોની મૈત્રી તૂટી ગઈ. 
  2. આવી જ એક મૈત્રી હતી આકાશ અને વિકાસની. તેઓ બંને સારા મિત્રો હતા. એક દિવસ આકાશને વિકાસ પાસેથી રૂપિયા ઉધાર લેવાની જરૂર પડતા તેણે વિકાસ પાસેથી રૂપિયા તો લઈ લીધા પણ પાછા આપવાનુ કદાચ ભૂલી ગયો વિકાસને લાગ્યુ કે હવે આકાશ રૂપિયા પાછા નહી આપે. મિત્ર હોવાને નાતે તેણે રૂપિયા તો પાછા ન માગ્યા પરંતુ તેણે પોતાના મિત્રને સાથે બોલવાનુ ઓછુ કરી નાખ્યુ. એટલુ ઓછુ કે લાગતુ જ નહોતુ કે બંને મિત્રો છે. આકાશને પણ વિકાસનો આ વ્યવ્હાર સમજાયો નહી. એક દિવસ આકાશે વિકાસના રૂપિયા પાછા આપતા કહ્યુ કે - યાર, માફ કરજે આર્થિક તંગી હોવાને કારણે રૂપિયા આપવામાં મોડુ થઈ ગયુ. ત્યારે વિકાસને ખૂબ જ પછતાવો થયો.આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે. તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો. તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા. તમે મદદ ન કરી હોત તો તમારો મિત્ર બીજા કોઈની પાસે ગયો હોત ત્યારે તમને સારુ લાગત ? મિત્રો ફક્ત ખુશી મનાવવા માટે જ નથી હોતા, મિત્રો એકબીજાને મદદરૂપ થવા માટે પણ હોય છે. 

મૈત્રીનો મતલબ સાથે બેસીને ગપ્પા મારવા, બધી જગ્યાએ સાથે જવુ અને પિકનીક મનાવવી જ નથી હોતો. મૈત્રીનો મતલબ છે તમારા સુખના સાથીદાર તમારા મિત્રના દુ:ખના સમયે પણ તમે તેની પડખે રહો. મિત્રને મદદ કરી ભૂલી જાવ, નાની-નાની વાતોને મનમાં લઈ એકબીજા વચ્ચે અંતર ઉભુ ન થવા દેશો. કોઈ ગેરસમજ થતી હોય તો પહેલા ચોખવટ કરી લો, મનમાને મનમા વધુ વિચારી કે બીજા કોઈની વાતોમાં આવી તમારી વર્ષોની મૈત્રી કે મિત્ર પર શંકા ન કરતા. યાદ રાખજો આમ તો દુનિયામાં તમારી આગળ-પાછળ તમને ઘણા લોકો મળી જશે, પરંતુ એક સાચો મિત્ર દરેકને નથી મળતો. આ મિત્ર દિવસ પર સંકલ્પ કરો કે તમે તમારા સાચા મિત્રની મૈત્રીને જીવનભર જાળવી રાખશો.



Share This
Latest
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra