![]() |
દેવશયની એકાદશી |
અષાઢ સુદ એકાદશી આ વર્ષે તા.1 જુલાઈના રોજ છે. જેને દેવપોઢી કે દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણ ક્ષીરસાગરમાં શયન કરે છે. જ્યારે આ જ દિવસથી હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસથી લગ્ન, જનોઇ આદિ માંગલિક કાર્યો થઇ શકશે નહીં, પરંતુ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો મોટી સંખ્યામાં આ ચાતુર્માસ દરમિયાન થશે. જ્યારે સંન્યાસીઓનો ચાતુર્માસ અષાઢી પૂર્ણિમાથી પ્રારંભ થશે. દેવશયની એકાદશીના દિવસથી જ ગૌરી વ્રતનો પણ પ્રારંભ થશે. કુમિરાકાઓ અને બાળાઓ લગ્ન પહેલાં અષાઢ સુદ એકાદશીથી લઇને અષાઢ સુદ પૂર્ણિમા સુધી મોળું ભોજન લઇ એકટાણું જમી વ્રત કરે છે. માટે જ તેને મોળાકત અથવા ગૌરીવ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ માતા પાર્વતી પાસે સારા વરની યાચના કરતી હોય છે. દક્ષને ત્યાં યજ્ઞકુંડમાં સતી થઈ હિમાલયને ત્યાં તે ફરી જન્મ્યાં હતાં. ત્યાં શિવજીને પુન: મેળવવા કામદેવે તેમને મદદ કરી હતી. બ્રહ્માના વરદાનથી તેમનું કાંચન જેવું શરીર થયું તેથી તે ગૌરી તરીકે પ્રસિદ્ધ છે. આ દેવી પરોપકારી ગણાય છે. જ્યારે તા.3મી જુલાઈથી અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી વ્રત કરવામાં આવે છે. આ વ્રત લગ્નોત્સુક યુવતીઓ કરે છે અને વ્રતનું ઉજવણું લગ્ન બાદ કરવામાં આવે છે. આ વ્રત સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ વ્રત અંતર્ગત શિવજી અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં એક સમયે મોળું ભોજન કરવામાં આવે છે. આ વ્રતનાં જાગરણમાં આખી રાત જાગરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતનાં પાંચ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે અથવા આ વ્રત લગ્ન બાદ ઉજવવામાં આવે છે.
અષાઢ મહિનનઈ શુક્લ પક્ષની અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ મહિને 1જુલાઈ 2020ન અરોજ દેવશયની અગિયારસ છે. આ એકાદશીને મનોકમાના પૂર્તિના રૂપમાં ઉજવાય છે. દેવશયની એકાદશીમાં બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે. હિન્દુ માનયતા મુજબ આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. એવુ કહેવાય છે કે ભક્તો દ્વારા આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તેમની દરેક મનોકામના પૂરી થાય છે. આવો જાણીએ આ વિશેષ ઉપાય...
- દેવશયની એકાદશીના દિવસે નિર્જલા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરી આ વ્રતને કરો.
- ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેસર મેળવેલ જળથી અભિષેક કરો.
- દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો.
- ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીલા રંગની મીઠાઈનો ભોગ લગાવો.
- દેવશયની એકાદશીના દિવએ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંડકાવ કરો.
- આ દિવસે ૐ નમો નારાયણાય કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: નો 108 વાર જાપ કરો.
ઍકાદશી વ્રતથી મળતુ પુણ્ય
- (૧)શ્રી મહાપ્રભુજી કહે છે કે કરોડ યજ્ઞ બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ યજ્ઞનુ ફળ મળે છે.
- (૨) કરોડ ગાયોનુ દાન બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ ગાયોના દાન જેટલુ ફળ મળે છે.
- (૩) ૧ ભાર સોનુ રોજ દાન કરવા બરાબર ૧ ઍકાદશી કરવાથી તેના જેટલુ ફળ મળે છે.
- (૪) કોટી કલ્પ સુઘી ચાદૃાયણ વ઼ત જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.
- (૫) ભારતના બધાં તીથૅ કર્યા બરાબર ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.
- (૬) ૧ લાખ ઉપવાસ કરો કે ૧ ઍકાદશી કરવાથી તેના જેટલુ ફળ મળે છે.
- (૭) ઍક્યાસી હજાર ઋષીને જમાડવા જેટલુ ફળ ૧ ઍકાદશી કરવાથી મળે છે
- (૮) કરોડ વાર ગંગામા સ્નાન કરવા જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.