તુલસી વિવાહ (દેવ ઉઠી એકાદશી)- ચાર મહીનાની નિદ્રાથી જાગે છે ભગવાન વિષ્ણુ, આપે છે ખાસ આશીર્વાદ

હિંદુ ધર્મમાં તુલસી પૂજાને ખૂબ મહત્વપૂર્ણ જણાવ્યું છે. ખાસ કરીને દરેક ઘરમાં તુલસીની પૂજા કરાય છે. માનવું છે કે જે ઘરમાં તુલસીની પૂજા હોય છે. ત્યાં તુલસીનો વાસ હોય છે અને પરિવારની સુખ સમૃદ્ધિ બની રહે છે. કાર્તિક માસની એકાદશીને તુલસી વિવાહનો આયોજન કરાશે. આ વર્ષે તુલસી વિવાહની ખાસ પૂજા 8 નવેમ્બરે કરાશે. આવી માન્યતા છે કે દેવઉઠની એકાદશી પર ઉજવતા તુલસી વિવાહના આયોજનના દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહીનાની ઉંઘથી જાગે છે.તુલસી માતા જે ભગવાન વિષ્ણુની પ્રિય ગણાય છે. તેમનો લગ્ન ભગવાન શાલિગ્રામથી હોય છે. જાણો છો તુલસી વિવાહના દિવસે પૂજા કરવાથી લોકોને કયું વિશેષ લાભ મળે છે. ખુશહાલ વૈવાહિક જીવન- જો દાંપત્ય જીવનમાં પરેશાની આવી રહી છે તો તુલસી વિવાહનો ખાસ આયોજન કરવાથી લાભ હોય છે. જો વિવાહમાં મોઢું થઈ રહ્યું છે. તો પણ તુલસી વિવાહથી મુશ્કેલીઓ દૂર થવાની શકયતા વધી જાય છે અને સારા સંબંધ મળે છે. આર્થિક સ્થિતિમાં સુધાર તુલસી વિવાહના દિવસે વિષ્ણુમી પૂજાના સમયે કેટલાક પૈસા તેની પાસે રાખવું. ત્યારબાદ આ પૈસા તમારા પર્સમાં પરત રાખી લો. આર્થિક સ્થિરતા બનાવી રાખવામાં મદદ મળે છે. કામમાં સફળતા માટે- આ દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ અને બદામ ચઢાવવાથી રોકાયેલા કાર્ય પૂર્ણ કરવામાં સહાયતા મળે છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થવાની સાથે જ જીવનમાં સુખનો આગમન પણ હોય છે. મનોકામનાની પૂર્તિ માટે- કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને તુલસી પૂજનના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મળેલા દૂધથી અભિષેક કરાવો. તેના પ્રસન્ન થવાથી તમારી મનોકામના પૂર્તિમાં મદદ મળશે.
દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથાદેવઉઠની અગિયારસ વ્રત કથા
એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછયું : હે પિતા! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો.બ્રહ્માજી બોલ્યાઃ “હે પુત્ર! જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે, એ વસ્તુ ,પણ કારતક માસના શુકલ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઇ જાય છે. હે પુત્ર! જે મનુષ્ય શ્રધ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પૂણ્ય વર્વત સમાન અટલ થઇ જાય છે. અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે. બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાની નષ્ટ થઇ જાય છે.”
મનુષ્યે ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઇએ. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે. એ ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રીયોને જીતનાર બને છે. કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તી માટે દાન, તપ, હોમ, વગેરે કરે છે. એમને અક્ષય પૂણ્ય મળે છે.” આથી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.”
આ એકાદશીના દિવસે મનુષ્યે બ્રાહ્મ મૂહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઇએ. અને પૂજા કરવી જોઇએ એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા-કીર્તન કરતા રાત વિતાવવી જોઇએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ, અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઇએ. ભગવાનને અર્ધ્ય આપવો જોઇએ. એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે.
જે ગુલાબના પુષ્પથી, બકુલ અને અશોકના ફુલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, શમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે. આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઇએ. અને સદાચારી ચરિત્ર બ્રહ્મણોને દિક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઇએ. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય, તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઇએ. જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે, અને એ અંતે સ્વર્ગમાં જાય છે.
Share This