3 August 2025

ફ્રેન્ડશીપ ડે વિશેષ માહિતી /03 ઓગસ્ટ :2025

Happy Friendship Day To All My Dear Friends


દુનિયાની સૌથી મોટી ભેટ એટલે એક સારો મિત્ર જે કિંમતથી નહીં કિસ્મત થી મળે છે હેપ્પી ફ્રેન્ડશીપ ડે

આ રવિવારે ઉજવશે દોસ્તીનો સૌથી મોટું સેલિબ્રેશન, 90 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

Happy Friendship Day 

દોસ્તીનો સબંધ એવો હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવો સબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ અઠવાડિયે રવિવારે ફ્રેન્ડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારે ફ્રેન્ડશિપ ડેની શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેન્ડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈન્જોય કરી શકે છે. 
ઘણા દેશોમાં જુદો રિવાજ :- 
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
શું કરીએ છે આ દિવસે:- 
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો એક બીજાને આ દિવસ પર બધાઈ આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ 
કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ સંબંધોને જીવનમાં ક્યા સુધી આગળ લઈ જવા એ આપણે જ નક્કી કરીએ છીએ. મિત્રતા એવી હોવી જોઈએ જેમા એકબીજાનો અહમ, પૈસા કે કોઈ ઈર્ષા વચ્ચે ન આવી જોઈએ. ઘણીવાર નાની-નાની ગેરસમજ લાંબા સમયની મૈત્રીમાં કડવાશ લાવી દે છે અથવા તો એ મૈત્રી જ તૂટી જાય છે.
  1. રીના અને વીણાની બાળપણથી જ મૈત્રી હતી. બંને કાયમ સાથે રહેતી, સાથે ભણતી, સાથે ફરવા જતી, સાથે શોપિંગ કરતી. પોતાના મનની વાત બંને એકબીજા સાથે શેર કરતી. એવો કોઈ દિવસ નહોતો કે બંને એકબીજાને ન મળ્યા હોય, વાત ન કરી હોય. બંને એક જ કોલેજમાં ભણ્યા, બંન્નેની મિત્રતા પણ એટલે પ્રખ્યાત થઈ ગઈ કે લોકો કહેવા લાગ્યા કે મૈત્રી હોય તો રીના અને વીણા જેવી. એક દિવસ અચાનક તેમની વર્ષોની મૈત્રીમાં ફૂટ પડી, એ પણ માત્ર એક નાનકડી વાત પર. થયુ એમ કે વીણાની ઘરે કોઈ કાર્યક્રમ હોવાથી એ વ્યસ્ત એટલી હતી કે તેને યાદ જ ન રહ્યુ કે આજે રીનાનો જન્મદિવસ છે અને બંન્નેનો બહાર જઈને જન્મદિવસ ઉજવવાનો પ્લાન હતો. જન્મદિવસ સેલીબ્રેટ કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ વીણાએ રીનાને વિશ કરવાનુ પણ યાદ ન રહ્યુ. બીજી બાજુ રીના આખો દિવસ વીણાના ફોનની રાહ જોતી રહી અને ગુસ્સામાં તેણે નિર્ણય કરી લીધો કે હવે એ આજ પછી ક્યારેય વીણા જોડે વાત નહી કરે. પાછળથી વીણાએ તેને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રીના ન માની અને એક દિવસમાં જ વર્ષોની મૈત્રી તૂટી ગઈ. 
  2. આવી જ એક મૈત્રી હતી આકાશ અને વિકાસની. તેઓ બંને સારા મિત્રો હતા. એક દિવસ આકાશને વિકાસ પાસેથી રૂપિયા ઉધાર લેવાની જરૂર પડતા તેણે વિકાસ પાસેથી રૂપિયા તો લઈ લીધા પણ પાછા આપવાનુ કદાચ ભૂલી ગયો વિકાસને લાગ્યુ કે હવે આકાશ રૂપિયા પાછા નહી આપે. મિત્ર હોવાને નાતે તેણે રૂપિયા તો પાછા ન માગ્યા પરંતુ તેણે પોતાના મિત્રને સાથે બોલવાનુ ઓછુ કરી નાખ્યુ. એટલુ ઓછુ કે લાગતુ જ નહોતુ કે બંને મિત્રો છે. આકાશને પણ વિકાસનો આ વ્યવ્હાર સમજાયો નહી. એક દિવસ આકાશે વિકાસના રૂપિયા પાછા આપતા કહ્યુ કે - યાર, માફ કરજે આર્થિક તંગી હોવાને કારણે રૂપિયા આપવામાં મોડુ થઈ ગયુ. ત્યારે વિકાસને ખૂબ જ પછતાવો થયો.આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે. તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો. તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા. તમે મદદ ન કરી હોત તો તમારો મિત્ર બીજા કોઈની પાસે ગયો હોત ત્યારે તમને સારુ લાગત ? મિત્રો ફક્ત ખુશી મનાવવા માટે જ નથી હોતા, મિત્રો એકબીજાને મદદરૂપ થવા માટે પણ હોય છે. 

મૈત્રીનો મતલબ સાથે બેસીને ગપ્પા મારવા, બધી જગ્યાએ સાથે જવુ અને પિકનીક મનાવવી જ નથી હોતો. મૈત્રીનો મતલબ છે તમારા સુખના સાથીદાર તમારા મિત્રના દુ:ખના સમયે પણ તમે તેની પડખે રહો. મિત્રને મદદ કરી ભૂલી જાવ, નાની-નાની વાતોને મનમાં લઈ એકબીજા વચ્ચે અંતર ઉભુ ન થવા દેશો. કોઈ ગેરસમજ થતી હોય તો પહેલા ચોખવટ કરી લો, મનમાને મનમા વધુ વિચારી કે બીજા કોઈની વાતોમાં આવી તમારી વર્ષોની મૈત્રી કે મિત્ર પર શંકા ન કરતા. યાદ રાખજો આમ તો દુનિયામાં તમારી આગળ-પાછળ તમને ઘણા લોકો મળી જશે, પરંતુ એક સાચો મિત્ર દરેકને નથી મળતો. આ મિત્ર દિવસ પર સંકલ્પ કરો કે તમે તમારા સાચા મિત્રની મૈત્રીને જીવનભર જાળવી રાખશો.



11 May 2025

World Mother's Day/ વિશ્વ માતૃદિન- 2025 વિશેષ માહિતી જોવા અહીં ક્લિક કરો.

World Mother's day-2025/ વિશ્વ માતૃદિન-2025

       'મધર ડે'ભારતના તમામ માતાઓ માટે સમર્પિત વર્ષ એક ખાસ દિવસ છે. મે મહિના ના બીજા રવિવારે મધર ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2025માં, તે પૂર્ણ આનંદ સાથે 11 મે (બીજા રવિવારે) પર ઉજવણી કરવામાં આવે છે.. માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તેના દ્વારા આપવામાં આવેલ અમર્યાદિત પ્રેમ અને સ્નેહ માટે આભાર માનવાનું એક સાધન છે.આ દિવસે બાળકો ખૂબ ખુશ છે અને તેમની માતાને સ્કૂલ કે ધરમાં સન્માન આપવા માટે તેમને સન્માનિત કરતા હોય છે

મધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

            મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે ૧૯૦૯ની સાલમાં ૯મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વીસે જ્યારે એની વ્હાલી માંદી માતા ઘણાં વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યું પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઇક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે .એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાક પ્રયત્નો પછી ૧૯૧૩માં સૌ પ્રથમ વાર પેન્સીલ્વેનીયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો.૧૯૧૪માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાની ૯મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી .ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.ભારતમાં પણ હવે મધર્સ ડે ની ઉજવણી શરુ થઇ ચુકી છે.

         ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પણ સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ છે “મા“.આ શબ્દમાં કેટલા અર્થ સમાયા છે !સ્વ.હરીન્દ્ર દવે એ સરસ કહ્યું છે.”મા કદી મરતી નથી.મા નો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાના કણમાં વીખરાઈને આલિંગન આપે છે.જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે મા.”મા શોકમાં આશ્વાસન છે,દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે.પ્રેમ,કરુણા,સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.શિવાજીની માતા જીજીબાઈ અને મોહનદાસ ગાંધીની માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે.



"માતૃપેમ" નિબંધ Download કરવા અહી ક્લિક કરો.

'મા તે મા,બીજા વગડાના વા'.... 'મા' નો મહિમા દર્શાવતા-મા સ્પેશીઅલ Mp3 ગીત Download કરવા નીચે ક્લિક કરો.

22 March 2025

World Water Day/વિશ્વ જળ દિવસ વિશેષ માહિતી:- 22 March-2025

 


      દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.

        આથી, આ દિવસ ને ‘‘વિશ્વ જળ દિવસ'' તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આજની વધતી જનસંખ્‍યા, ઔદ્યોગિકરણ, અને શહેરીકરણ ને લીધે પીવાના શુદ્વ તથા સુરક્ષિત પાણીની ઉલ્‍બધતામાં ભારે ઘટાડો થઇ રહયો છે. આ સમસ્‍યાનો આભાસ ૬૦ વર્ષ પહેલાંજ પ્રખ્‍યાત વૈજ્ઞાનિક અલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનને થઇ ગયો હતો. આથી જ તેઓએ ભવિષ્‍યવાણી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્વની તો ખબર નથી પરંતુ, ચોથું વિશ્વ યુદ્વ ચોક્કસપણે પાણી માટે જ લડાશે.
        આજના આંકડા મુજબ વિશ્વમાં ૧.૫ અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતી જતું પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઇ રહયું છે. અને પાણી જન્‍ય રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત પણ આ સમસ્‍યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. તેમ રાજ્‍યના માહિતી વિભાગની યાદી જણાવે છે.


પાણીના કેટલાક તારણો 


( ૧) દિલ્લી, મુંબઈ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં નળ અને વાલ્‍વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્‍યર્થ જાય છે.

( ર) ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે.

( ૩) જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્‍યય થાય છે.
( ૪) નહાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્‍યય થાય છે જયારે સામાન્‍ય રીતે નહાવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે.
( પ) વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.
( ૬) વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.
( ૭) મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.
( ૮) પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી
    દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્‍વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્‍યના વપરાશમાં ખર્ચ થાય છે. દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્‍ત થાય છે.

20 March 2025

World sparrow Day/વિશ્વ ચકલી દિવસ :-20 March 2025


 World sparrow Day/વિશ્વ ચકલી દિવસ :-20 March 2025


  





        આજે વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતમાં નાની અને અત્યંત સુંદર પક્ષી ચકલીની ચી..ચી... આજે લુપ્ત થઇ ગઈ છે. પરંતુ ગણ્યા ગાઠયા લોકો સિવાય તેની નોંધ સુદ્ધા કોઈએ લીધી નહિ. બાળપણમાં વાર્તા સાંભળતા ત્યારે ચકલી ચોખાનો અને ચકો મગનો દાણો લાવતો ત્યારે લાગતું કે આ ચકલી કેટલી સારી રસોઈ બનાવી શકતી હશે અને બાળ મન કોને ખબર કેવા કેવા વિચારો એ ચઢી જતું. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે ઘર ચકલી હવે કેમ દેખાતી નથી 

              જો આપણે જાગૃત નહિ થઈએ તો કદાચ ઘર ચકલી માત્ર પાઠ્ય પુસ્તકો પુરતી જ સીમિત રહી જશે. એક સમય હતો કે ઘરમાં માળો બાંધતી ચકલી અને તેના બચ્ચા એ જે અપાર સુખ આપણને આપ્યું છે તેને કોઈ કરી રીતે નકારી શકે.              
           તમે બાળપણમાં મમ્મી પપ્પાના મોઢેથી વાર્તા તો સાંભળી હશે કે .. ચકી લાવી ચોખાનો દાણો, ને ચકો લાવ્યો તુવેરનો દાણો પરંતુ વર્તમાન સમયે ચકા-ચકી ટૂંકી વાર્તાઓમાં એક પાત્ર સમાન બની ગયા છે. જીવંત દર્શન ચકલીના દુર્લભ થઈ ગયા છે. જોકે ગામડાંઓમાં કદાચ ચકલી જોઈ શકાય પરંતુ શહેરી વિસ્તારોમાં ચકલી જેવી અશક્ય બની જવા પામ્યું છે. ભવિષ્યમાં તમે જ્યારે બાળકોને જો આવી વાર્તા સંભળાવશો તો તેઓ પૂછશે કે ચકા ચકી કેવા દેખાય ત્યારે તમારે એ ચકા ચકીનું વર્ણન કરવુ મુશ્કેલ બની જશે. 
             ગુજરાતભરમાં ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં ઘર ચકલી દેખાય છે, બાકી ગુજરાતમાં આલીશાન બિલ્ડીંગ અને મોલની વચ્ચે આ સુંદર પક્ષી એવું તો રિસાયું કે કુદરતના કાળક્રમની વિરુદ્ધ જઈને તેણે ખેતર અને ખુલ્લી જગ્યા તરફ પ્રયાણ કર્યું. જે ચકલી માનવજાત અને તેની રહન સહનથી સુપેરે વાકેફ હતી અને એટલે જ તેને આપણે ઘર ચકલી કહેતા હતા તેણે માનવજાત સાથે નાતો તોડીને એકલું અટુલું જીવવાનું કેમ પસંદ કર્યું હશે ?, તેના વર્તનમાં આટલો મોટો ફેર કેમ જોવા મળે છે તે માટે ગુજરાતના નામી પક્ષી પ્રેમી દ્વારા ખુબ અસરકારક રીતે કાર્ય હાથ ધરાયું છે જેમાં એક વાતએ પણ બહાર આવી કે ચકલીને માનવવસ્તીની વચ્ચે રહેવું ગમે છે અને આ એક જ પક્ષી એવું છે જે માનવનું મિત્ર થઇ રહે છે. પરંતુ કાળક્રમે ગુજરાતમાં જૂની ઢબના મકાનો રહ્યા નહિ તેને પરિણામે ચકલી માનવવસ્તીથી દૂર જઈ બેઠી છે.